છોટા ઉદેપુરમાં બે કાર ચાલકે ગુુજરાત ન્યૂઝઅજગરનો જીવ બચાવ્યો - Gujarat News
છોટા ઉદેપુર: નસવાડી તાલુકાના તણખલાથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ 10 મીટરની પહોળાઈનો હાઈવે રોડ છે. જે રોડ ખુબ જ સારો હોવાથી કાર ચાલકો સ્પીડમાં જતા હોય છે. તેવામાં રાતના 9 કલાકે તણખલા આવતા એક વેપારી અને સંચાલક અમીન મેમણની કાર આગળ અજગર (two car drivers saved the life of a python) રોડ ઉપરથી પસાર થતો હતો. કાર ચાલકે કાર થોભાવી હતી અને તેમની બાજુથી અજગર પસાર થઈ જતા બીજી કારને પણ થોભાવી હતી. એકંદરે બે કાર ચાલકે 6 ફૂટના અજગરને (6 foot python) કચડતો બચાવ્યો હતો. જેનો વીડિયો વાયરલ થતા અજગરનો જીવ બચાવવા બદલ ગ્રામજનોએ બન્ને કાર ચાલકોની કામગીરીને લઈ વખાણ કર્યા હતા.