જીવનનો ખેલ થોડીક સેકંડમાં થયો ખતમ! જુઓ આ ચોંકાવનારા CCTV ફૂટેજ - Accident captured in CCTV in ujjain
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં થયેલા એક માર્ગ અકસ્માતનો હૃદય હચમચાવી દેનારો CCTV ફૂટેજ સામે આવ્યા છે. આ ભયાનક દ્રશ્ય જોઈને તમારા રૂંવાટા ઉભા થઈ જશે. સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ટ્રક ચાલક બાઇક સવારોને કચડી નાખે છે. ઘટના મંડી પોલીસ સ્ટેશન વિસ્તારના સ્ટેટ હાઈવેની છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ શ્યામ ચંદ શર્માએ જણાવ્યું કે, બાઇક સવાર કેશવનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું છે, જ્યારે પાછળ બેઠેલા રાહુલની સારવાર ચાલી રહી છે. ટૂંક સમયમાં ટ્રક કબજે કરી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવશે.