નડિયાદ રેલવે સ્ટેશન પાસે ટ્રેનની અડફેટે આવતા બે મહિલા સહિત એક બાળકીનું મોત - crime news of kheda
ખેડા: જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પાસે ગુરૂવારે બપોરે ગમખ્વાર ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી.ગુજરાત એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવતા બે મહિલા અને એક બાળકીનું મોત થતા ચકચાર મચી હતી.ઘટનાને પગલે રેલવે પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકોની ઓળખ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.ત્રણ મૃતકમાં એક મહિલા આશરે 50 વર્ષ,બીજી મહિલા આશરે 40 વર્ષ અને બાળકી આશરે 3 વર્ષની હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.જો કે મૃતકોની ઓળખ હજુ થઈ શકી નથી.