કેદારનાથમાં ફસાયેલા દેવભૂમિ દ્વારકાના પ્રવાસીઓએ વીડિયો મોકલી ત્યાંની હકીકત જણાવી - People trapped in Kedarnath
દેવભૂમિ દ્વારકા: જિલ્લાના યાત્રિકો કેદારનાથ (Kedarnath) માં ફસાયા હોવાના સમાચાર મળ્યા હતા. આ અંગે વીડિયો સંદેશ પ્રાપ્ત થયો હોવાથી જાણકારી મળી છે કે, કેદારનાથ ગયેલા દ્વારકાના પ્રવાસીઓ સુરક્ષિત છે. દ્વારકાના પ્રવાસીઓએ વીડિયો મોકલી ત્યાંની હકીકત જણાવી હતી. હાલ વાતાવરણ પણ ચોખ્ખું અને શાંત હોવાનું જણાવી દ્વારકાથી કેદારનાથ ગયેલા તમામ લોકો સુરક્ષિત હોવાનો વીડિયો (video) મોકલ્યો હતો.