બીચ પર ડ્રાઈવની મજા માણવા નીકળેલો ખરાબ રીતે ફસાયો,જુઓ વીડિયોમાં પછી શું થયું - કાર દરિયાના પાણીમાં ફસાઈ
પણજી: દિલ્હીનો રહેવાસી ગુરુવારે ગોવાના વાગાતોર બીચ (Drive on Goa Beach) પર ફોર ડ્રાઈવ કરવાનો આનંદ માણી રહ્યો હતો. પરંતુ ગાડી ચલાવતી વખતે તેની કાર દરિયાના પાણીમાં ફસાઈ (Car Stuck in Sea Water) ગઈ. ઘણા લોકોને ગોવામાં બીચ પર ફરવા જવું ગમે છે. જો કે, કેટલાક પ્રવાસીઓ ગોવામાં બીચ પર વૉક (Walk on Goa Beach) કરવાનું પસંદ કરે છે. પરંતુ, બેફામ ડ્રાઈવ કરનારા કેટલાક લોકોને કારણે વૉક કરનારાઓનો જીવ જોખમમાં મૂકાઈ જાય છે. દિલ્હીના રહેવાસી લલિત કુમાર દયાએ તેના માલિકની GA 03_Z8313 એગેટરના બીચ પર ચલાવી હતી. જ્યાં તેણે દરિયામાં લટાર મારવાનું શરૂ કર્યું હતું. પરંતુ તેની કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. આખરે ગોવા પોલીસે આ ઘટના વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને કારને કબજે લેવામાં આવી છે.