આકાશમાંથી ફરતા ટોર્નેડોને જોઈને ગ્રામજનોમાં દોડધામ મચી - શાજાપુર ટોર્નેડોનો વીડિયો વાયરલ
મધ્યપ્રદેશ: શાજાપુરમાં કુદરતે અનોખો નજારો રજુ કર્યો હતો. આકાશમાંથી ફરતા ટોર્નેડોને (Tornado Seen In Shajapur Bolai Village) જોઈને ગ્રામજનોમાં દોડધામ મચી ગઈ હતી. જિલ્લાના બોલાઈ ગામમાં સિદ્ધ વીર હનુમાન મંદિર પાસે ગુરુવારે સાંજે જોવા મળેલું વાવાઝોડું એટલું જોરદાર હતું કે તેણે ખેતરોમાંના વૃક્ષો ધરાશાયી કરી દીધા. લોકોએ આ ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ટોર્નેડો આકાશની નીચે જમીન પર પહોંચી ગયો અને જમીન પરના મોટા વૃક્ષોને ઉખેડવા લાગ્યો. સાથે જ ખેતરોમાં વાવેલા પાકને પણ નુકસાન થયું છે. બૌલાઈ ગામના મદદનીશ રોજગાર અધિકારી અનિલ પરમારે જણાવ્યું હતું કે "આવો બનાવ બન્યો જ હશે". હવામાન વિભાગે હજી સુધી આ ઘટના વિશે કંઈપણ પુષ્ટિ કરી નથી.