વડોદરામાં CAAના સમર્થનમાં BJP યુવા મોરચા દ્વારા તિરંગા બાઈક રેલી યોજાઈ
વડોદરાઃ નાગરિકતા સંશોધન અધિનિયમ CAAના સમર્થનમાં વડોદરા શહેર ભાજપા યુવા મોરચા દ્વારા કીર્તિસ્થંભ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, પ્રદેશ ઉપ પ્રમુખ ભાર્ગવ ભટ્ટ, મેયર ડો જીગીષાબેન શેઠ સહિતના કાર્યકરો અને શહેરના યુવાનો જોડાયા હતા.