ભયાનક ઘટના: કાર અકસ્માતમાં 3 MBBSના વિદ્યાર્થી જીવતા ભૂંજાયા - Three MBBS students burnt alive
હરિયાણાના સોનીપત જિલ્લામાં કાર અકસ્માતે 3(Three Died in road accident in Sonipat )ના જીવ લીધા હતા. વાસ્તવમાં મોડી રાત્રે એક ઝડપી કાર બેરિકેડ સાથે અથડાઈ હતી. જેમાં કારમાં સવાર 3 યુવકો જીવતા બળી ગયા હતા (Three MBBS students burnt alive) અને 3 યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માત સોનીપતમાં મેરઠ-ઝજ્જર નેશનલ હાઈવે પર થયો હતો. 3 મૃતકો MBBSના વિદ્યાર્થીઓ છે અને હરિયાણાના રહેવાસી છે. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નામ અંકિત, નરવીર અને સોમબીર છે. 3 ઈજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું કહેવાય છે, જેમને PGI રોહતકમાં સારવાર આપવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તમામ વિદ્યાર્થીઓ રોહતક PGIથી MBBSનો અભ્યાસ કરી રહ્યા હતા અને રોહતકથી હરિદ્વાર જઈ રહ્યા હતા. હાલ રાય પોલીસ સ્ટેશને આ મામલે તપાસ શરૂ કરી છે.