ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર - Jmc deputy commissioner office
જામનગર શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરનો ત્રાસ (Jamnagar harassment of cattle ) વધતો જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલા એક વૃદ્ધનું રખડતા ઢોરોના હુમલામાં મૃત્યુ (old man dead in Bull attack) નીપજ્યું છે. જેને લઇ સમગ્ર શહેરમાં લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકામાં આજરોજ ડેપ્યુટી કમિશ્નરની ઓફિસ (Jmc deputy commissioner office) ખાતે જામનગર કોંગ્રેસ દ્વારા અનુભવ વિરોધ કરવામાં આવ્યો છે. પક્ષના નેતા આનંદ રાઠોડ આખલો બની જીવલેણ હુમલાનું દ્રશ્ય ખડુ કર્યુ અને ડેપ્યુટી કમિશ્નરને આવેદનપત્ર આપ્યું હતું. સાથે જ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન (Opposition protest against harassment of cattle) કર્યું હતું.