rain news : સુરત જિલ્લાના કુદસદમાં ઠેર ઠેર પાણી ભરાયા - Rain in Surat
સુરત: જિલ્લાના કુદસદમાં મેઘરાજાનું આગમન થતા જ તંત્રની પોલ ખુલી ગઇ હતી. સમૂહ વસાહત વિસ્તારમાં ખાનગી માલિકો તેમજ સ્થાનિક તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલની વ્યવસ્થા ન કરતા પાણી ભરાયા હતા. નીંચાણવાળી જગ્યાઓમાં પાણી ભરાઈ જતા આજુબાજુના લોકોને રોગચાળો ફાટી નીકળવાનો ભય ઉભો થયો હતો. ઉલ્લેખનીય છે કે, દર ચોમાસામાં કુદસદના સમૂહ વસાહતમાં પાણી ભરાવાના દ્રશ્યો સર્જાય છે અને સ્થાનિક લોકોને હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે પણ નિદ્રાધીન તંત્ર જાગવાનું નામ નથી લઈ રહ્યું.