હવે બારડોલીમાં પણ જન્મદિવસની ઉજવણીનો વીડિયો થયો વાયરલ - Birthday in Bardoli
સુરત : બારડોલી અલંકારથી તેન જતાં કેનાલ રોડ પર અમનપાર્ક સોસાયટીના પાછળના ભાગે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતો વીડિયો વાઇરલ થતાં બારડોલી પોલીસ દોડતી થઈ હતી. પોલીસે આ અંગે ચાર સામે નામજોગ સહિત કુલ 20ના ટોળાં સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બર્થ ડેની ઉજવણી અને ડી.જે. પર નાચગાનના વીડિયો બારડોલી, પલસાણા અને કડોદરા પોલીસ મથક વિસ્તારમાં વારંવાર વાયરલ થતાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.