ગુજરાત

gujarat

ETV Bharat / videos

આ શહેરમાં વધી રહ્યો છે રખડતા ઢોરનો ત્રાસ, ઘટના CCTVમાં કેદ - રખડતા ઢોર અને કારની ટક્કર

By

Published : Jun 9, 2022, 10:30 AM IST

વડોદરાઃ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી (Terror of stray cattle in Vadodara) રહ્યો છે. તે હાલમાં જ બનેલી ઘટનાથી જોઈ શકાય છે. અહીં વાઘોડિયા વિસ્તારમાં એક રખડતા ઢોર કારચાલકની કાર સામે આવી જતાં (Stray cattle and car collisions) અકસ્માત સર્જાયો હતો. જોકે, આ ઘટના CCTV કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી, જેમાં જોઈ શકાય છે કે, દોડતું આવતું આ ઢોર કાર સાથે અથડાય છે. ત્યારબાદ કારને ખૂબ જ નુકસાન થયું હતું. આ મામલે કોઈ પણ પ્રકારની ફરિયાદ નથી નોંધાઈ. જોકે, આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ, પરંતુ જો કોઈ રાહદારી સાથે આ ઢોર ભટકાયું હોત તો જરૂર જાનહાની થઈ હોત. છેલ્લા 15 દિવસમાં અકસ્માતની આવી અનેક ઘટના (Terror of stray cattle in Vadodara) બની છે. આ પહેલા પણ રખડતા ઢોરના કારણે એક યુવકે આંખ ગુમાવવાનો વારો આવ્યો હતો, પરંતુ રખડતા ઢોરને અંકુશમાં લાવવા તંત્ર નિષ્ફળ ગયું હોય તેવું લાગી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details