રાજ્ય સરકાર દ્વારા કરાયેલી 25 ટકા ફી માફી મુદ્દે સરકારની ઊંઘ ઉડાડવા પોરબંદર NSUIએ થાળી વગાડી ઘંટનાદ કર્યો - Porbandar News
હાલમાં covid-19 માં મહામારીના કારણે શાળાઓમાં અને કોલેજો બંધ હોવા છતા ફી ઉઘરાણી કરવામાં આવી રહ્યા છે, ત્યારે વાલીઓ નાણાભીડ અનુભવી રહ્યા છે. સરકારે 25 ટકા ફી માફ કરીને વાલીઓની મજાક ઉડાવી હોઇ તેવુ જણાઇ રહ્યુ છે, ત્યારે ઘણી ખાનગી શાળાઓમાં અને કોલેજોમાં શિક્ષણ અપાતું નથી છતાં ફી ઉઘરાણી કરવામાં આવી રહી છે. આ બાબતનો વિરોધ કરી પોરબંદર NSUI દ્વારા થાળી અને ડમરું વગાડી પોરબંદર શિક્ષણ અધિકારી કચેરીનો ઘેરાવ કર્યો હતો. NSUIના પ્રમુખ કિશન રાઠોડે જણાવ્યું હતું કે, સંપૂર્ણ ફી માફ કરવામાં નહીં આવે ત્યાં સુધી NSUI દ્વારા આંદોલન ચાલુ રાખવામાં આવશે.