લુણાવાડામાં જાહેરનામાના ભંગ બદલ દુકાન શીલ કરઇ - Karona News Ocean
મહીસાગરઃ દિવાળીના તહેવારો બાદ મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં કોરોના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. જેના કારણે તંત્ર સતર્ક બન્યું છે. દુકાનમાં તંત્ર દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેર્યા વગર વેપાર કરતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છેે. વેપારી દ્વારા જાહેરનામનો ભંગ કરી દુકાન પર વેપાર કરતા મામલતદાર દ્વારા આ દુકાન શ્રીજી મેચિંગ શીલ કરવામાં આવી હતી.