રાજકોટના ગોંડલ પંથકમાં ધોધમાર વરસાદ, ઠેર ઠેર પાણી ભરાતા રહીશો હેરાન - Gujarat
રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. ગોંડલ સહિતના શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી રહી છે. આમ, અડધા કલાકમાં વરસાદે તંત્રએ પ્રિ-મોન્સૂન કામગીરીના નામે કરેલા નાટકની પોલ ખુલ્લી પાડી દીધી છે. જિલ્લામાં 1 ઇંચ વરસાદના કારણે ગોંડલ ભુવનેશ્વરી રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. થોડા વરસાદમાં જ ગોંડલ પંથક પાણીથી ગરકાવ થઇ જતો હોય તો વધુ વરસાદમાં શું હાલત થશે? સહિતના પ્રશ્નો રોષે ભરાયેલા રહીશો તંત્રએ કરી રહ્યા છે, ત્યારે તંત્ર મૂંગી ગુડિયાની જેમ પાણી નિકાલની કામગીરી કરી રહ્યું છે.