ભુજમાં પ્રાંત અધિકારીએ મતગણતરી કેન્દ્રની લીધી મુલાકાત - ગુજરાત
કચ્છ: ભુજમાં પ્રાંત અધિકારી મનીષ ગુરવાનીએ મતગણતરી કેન્દ્ર એન્જિનિયરિંગ કોલેજની મુલાકાત લીધી હતી. આવતીકાલે જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 નગરપાલિકાની મતગણતરી થવાની છે, ત્યારે પ્રાંત અધિકારીએ એન્જિનિયરિંગ કોલેજ ખાતે મુલાકાત લીધી હતી અને કોઈ અનિચ્છિનીય બનાવ ન બને તે માટે યોગ્ય તપાસ કરી હતી.