આજથી 27 એપ્રીલ સુધી અમદાવાદનો નેહરુ બ્રિજ બંધ રહેશે
અમદાવાદ : શહેરમાં આવેલો નહેરુ બ્રિજનું સમારકામ કરવામાં આવી રહ્યું હોવાથી 13 માર્ચથી 27 એપ્રીલ સુધી એટલે કે 45 દિવસ માટે નહેરુ બ્રિજ બંધ રહેશે. નહેરૂ બ્રિજની હાલત જર્જરિત છે. ભોપાલની કંપનીને 3.50 કરોડનો કોન્ટ્રાકટ અપાયો છે, તેમ સત્તાધીશો દ્વારા જાણવામાં આવ્યું છે. નહેરુ બ્રિજ બંધ હોવાને કારણે લાલ દરવાજા અને આશ્રમ રોડ જવા માટે અન્ય બ્રિજ જેમ કે, ગાંધી બ્રિજ કે એલિસ બ્રિજ પરથી લોકો અવરજવર કરી શકશે.