ભગવાન દ્વારકાધીશની નામકરણ અને છઠ્ઠીની વિધિ કરાઇ - કાળીયા ઠાકોર
દેવભૂમિ દ્વારકાઃ ભગવાન દ્વારકાધીશનો 5246મો જન્મ દિવસ ઉજવ્યાના છ દિવસ બાદ યાત્રાધામ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના છઠ્ઠી ઉજવવામાં આવી હતી. ભગવાન દ્વારકાધીશની બાળગોપાળ પ્રતિમા સામે છઠ્ઠી યંત્ર બનાવીને છઠ્ઠી માતાની પૂજા કરવામાં આવી હતી, ત્યારબાદ કોરો કાગળ તેમજ લાલ કલરની પેન રાખવામાં આવે છે અને વિધાતા દ્વારકાધીશના લેખ લખવા માટે પધારે છે. કાળીયા ઠાકોરના લેખ લખ્યા બાદ છઠ્ઠીમાતાજીની પૂજા કરવામાં આવી હતી.