સેલવાસના સર્વિસ રોડની હાલત બિસ્માર, તાત્કાલિક સમારકામના આદેશ - વાહાનચાલકોને ભારે હાલાકી
સેલવાસ: સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને કારણે સેલવાસ ટાઉનના કેટલાક રસ્તાઓ બિસ્માર બની ગયા છે. જેને લઇને અકસ્માતનો ભય અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ત્યારે જિલ્લા કલેક્ટરે આ પરિસ્થિતિની ગંભીરતા પૂર્વક નોંધ લીધી હતી. કલેક્ટર સંદીપ કુમાર સિંઘે ક્રિમીનલ પ્રોસીજર કોડ 1973ની 133મી કલમ અંતર્ગત 24 કલાકની અંદર ફ્લાયઓવર ખાતેના સર્વિસ રોડનું સમારકામ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ આપ્યો છે.