ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટઃ ગુજસીકોટના આરોપીનું જિલ્લા પોલીસ વડાની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરાયું - Gondal DYSP PA Zala

By

Published : Dec 12, 2020, 12:25 PM IST

Updated : Dec 12, 2020, 3:37 PM IST

રાજકોટઃ જિલ્લા ગ્રામ્ય વિસ્તારના પ્રથમ ગુજસીકોટના આરોપી નિખિલ દોંગા અને તેના બે સાગરીતોનું જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની હાજરીમાં રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. જેતપુર AAS સાગર બાગમાર દ્વારા આ અંગેની તપાસ ચલાવવામાં આવી રહી હતી. રીકન્સ્ટ્રકશન સમયે ગોંડલ DYSP પી.એ.ઝાલા, મહર્ષિ રાવલ, PI એસ એમ જાડેજા, PSI બી એલ ઝાલા સહિતનો પોલીસ કાફલો હાજર રહ્યો હતો. નિખિલ દોંગા તેના સાગરીત નવઘણ શિયાળ શક્તિ સિંહ ચુડાસમા દ્વારા ત્રણ ખૂણીયાથી યોગરાજ પાન વાળા રોડ પરની તેનું રહેણાક મકાન અને યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપની ઓફિસ બતાવવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસથી નિખિલ દોંગાની રિમાન્ડ ચાલી રહી હતી. આજે SPની હાજરીમાં રીકન્સ્ટ્રકશન હાથ ધરાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.
Last Updated : Dec 12, 2020, 3:37 PM IST

ABOUT THE AUTHOR

...view details