વરાણામાં કોરોનાના સંક્રમણને લઇને મંદિર બંધ - Abdat of Patan Koro
🎬 Watch Now: Feature Video
પાટણઃ સમી તાલુકાના વરાણા ગામમાં એક સાથે 8 કોરોના પોઝિટિવ કેસ આવતા ગામ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોના સંક્રમણે ગ્રામ્ય વિસ્તારોને પણ પોતાની લપેટમાં લીધા છે, ત્યારે ગુરુવારે સમી તાલુકાના વરાણા ગામે કોરોના 8 કેસ નોંધાયા છે. જેને લઇને લોકોમાં ફફડાટ ફેલાયો છે. કોરોના સંક્રમણની આ ચેન તોડવા માટે ગ્રામ પંચાયત દ્વારા આગામી 14 દિવસ સુધી પ્રસિદ્ધ ખોડિયાર માતાના મંદિરને બંધ રાખવા તેમજ દુકાનો દિવસ દરમિયાન માત્ર બે કલાક ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ખોડીયાર માતા મંદિર બંધ કરવામાં આવ્યુ છે તો સાથે જ મંદિર બહારની દુકાનો પણ બંધ થતાં હજારો શ્રદ્ધાળુઓથી ધમધમતું વરાણા આજે સુમસામ ભાસી રહ્યું છે.