તૌકેતે વાવાઝોડાની અસર - દીવ બંદર પર 8 નંબરનું તેમજ માંગરોળ બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવયું
જૂનાગઢ : અરબી સમુદ્રમાંથી બની રહેલું તૌકેતે વાવાઝોડું હવે ભયજનક રીતે ગુજરાતના દરિયા કિનારા પર આગળ વધી રહ્યું છે. સોમવારની મોડી સાંજ સુધીમાં તૌકેતે વાવાઝોડું સંઘ પ્રદેશ દીવના તટીય વિસ્તારો પર ત્રાટકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ અંતર્ગત દીવ બંદર પર 8 નંબરનું તેમજ માંગરોળ બંદર પર 10 નંબરનું અતિ ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે અધિકારી અને પદાધિકારીઓનો કાફલો પણ અસરગ્રસ્ત દરિયાકાંઠાના વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવ્યો છે અને તૌકેતે વાવાઝોડા બાદની કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે.