દેવ દિવાળીના દિવસે યાત્રાધામ તાજપૂરા ખાતે ભકતોનુ ઘોડાપુર ઉમટ્યું - દેવદિવાળીના દિવસે યાત્રાધામ
પંચમહાલ : હાલોલ તાલુકાના સુપ્રસિધ્ધ નારાયણધામ તાજપુરા ખાતે દેવદિવાળીના દિવસે અંદાજે એક લાખ જેટલા ભક્તો ઉમટી પડ્યા હતા. પૂજ્ય બાપુના ભક્તોએ અન્નકુટ દર્શન સાથે તેમના ચરણમાં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.કારતક સુદ પૂનમ દેવદિવાળી પર્વને લઈ આજે નારાયણ ધામ તાજપુરા ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા મંદિર પરિષદ થી બે કિલોમીટર સુધી ગાડીઓ પાર્કિંગ ભક્તોની ભીડ જોવા મળી હતી. પૂજ્ય નારાયણ બાપુના જયઘોષ થી મંદિર પરિષદ ગુંજી ઉઠ્યુ.અન્નકુટ દર્શન ,ભજન કીર્તન બાદ ભક્તો ને મંદિર ટ્રસ્ટ આરોગ્ય ધામ અન્નપૂર્ણ ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદી (ભંડારો) પીરસવામાં આવી હતી. જેમાં હજારો ભક્તોએ લાભ લીધો હતો.