અમદાવાદમાં કરોડાના ખર્ચે બનાવેલી SVP હોસ્પિટલની સિલીંગ તૂટી - SVP હૉસ્પિટલ
અમદાવાદ: મ્યુનિ.કોર્પોરેશ દ્વારા 750 કરોડના ખર્ચે વી.એસ પરિસરમાં SVP હૉસ્પિટલ ઉભી કરી હતી. જેનું લોકાર્પણ કર્યાને 6 મહિના જ થયા છે, ત્યાં આ હોસ્પિટલમાં હાલ POPની એક સિલીંગ તૂટી પડી હોવાની ખબર સામે આવી છે. ત્યારે હૉસ્પિટલના બાંધકામ અંગે અનેક પશ્નો ઉભા થઈ રહ્યાં છે. પણ હજુ સુધી સિલીંગ તૂટવાનું કારણ બહાર આવ્યું નથી.