ચોટીલામાં બે સિંહ દેખાતા વનવિભાગે ગાઈડલાઈન જાહેર કરી - SasanGir.
સુરેન્દ્રનગર : જીલ્લાના ચોટીલા,જસદણ,વિછીયા વિસ્તારોમાં બે સિંહ હોવાની પુષ્ટી થતા લોકો માટે ગાઈડલાઈન પર બહાર પાડી છે. સુરેન્દ્રનગર ચોટીલા વિસ્તારમાં સિંહ હોવાની માહિતીને લઈને 8 જેટલી ટીમો કામે લાગી હતી અને તેને ટ્રેક કરીને સિંહની ગતિવિધી પર નજર રાખી રહી છે. છેલ્લે આ સિંહ ચોટીલાના રાજપરા ગામની નજીક જોવા મળ્યા હતા. નાયબ વનસંરક્ષક હરેશ મકવાણાએ જણાવ્યું હતુ કે, સિંહ છે પરંતુ હાલ લોકોએ ગભરાવાની જરૂર નથી હાલ તો અમારી ટીમો તેના પર નજર રાખી રહી છે. આ સિંહ જોવા મળતા વનવિભાગમાં આનંદની લાગણી છે.