સુરતમાં ટ્રાફિક પોલીસે મેમોને બદલે આપી ચોકલેટ... - police give chocolate to drivers
સુરત: આમ તો ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને ટ્રાફિક નિયમન અને દંડ ફટકારતી નજરે પડે છે, પરંતુ સુરતમાં નજારો કંઈક જુદો જ જોવા મળ્યો હતો. નવા કાયદા અમલમાં આવ્યા બાદ જે લોકોએ કાયદાના સમર્થનમાં હેલ્મેટ પહેરી રોડ ઉપર આવ્યા હોય તેવા વાહન ચાલકોને ટ્રાફિક પોલીસે ચોકલેટ આપી હતી. 16મી સપ્ટેમ્બરના રોજથી ગુજરાતમાં નવા મોટર વ્હીકલ એક્ટનો અમલ શરૂ થયો છે. જેને કારણે રોડ પર મોટી સંખ્યામાં લોકો હેલ્મેટ પહેરતા જોવા મળી રહ્યા છે.