સુરત ખેડૂત સમાજે વડાપ્રધાનને લખ્યો પત્ર, સબસીડીની કરી માગ - Prime Minister Narendra Modi
સુરતઃ છેલ્લા 21 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધી રહ્યા છે. તેને લીધે ખેત ઉત્પાદકો પર ટ્રાન્સપોર્ટેશન સહિતનો વધારાનો બોજ આવી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે ડિઝલના સતત વધતા ભાવો સામે ચિંતા વ્યક્ત કરી છે. ખેડૂત સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી માછીમારોની જેમ ખેડૂતોને પણ રૂપિયા 20ની સબસીડી આપવાની માગ કરી હતી. આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 21 દિવસમાં ડિઝલના દરમાં સતત વધારો નોંધાયો છે.