કૃષિ કાયદાના અમલ પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક, ખેડૂતોએ કોર્ટના નિર્ણયને આવકાર્યો - Farmers court decision
સુરતઃ સુપ્રીમ કોર્ટે ત્રણે કૃષિ કાયદાની વિરુદ્ધ અરજીઓ અને દિલ્હીની વિવિધ સીમાઓથી પ્રદર્શનકારીઓને હટાવવાની માગ કરતી અરજીની સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી કૃષિ કાયદાના અમલ પર રોક લગાવી છે. ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને ગુજરાત ખેડૂત સમાજ અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ આવકાર્યા છે.