પંચમહાલના શહેરામાં તાલુકા વિકાસ અધિકારીનો વિરોધ કરી બદલી માટે કરાઈ રજૂઆત - Gujarat News
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભાજપ સંગઠન અને તાલુકા -જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકાના સરપંચો, ડેપ્યૂટી સરપંચો તમામે ભેગા મળી નાયબ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને માગ કરી છે કે, વહેલી તકે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા અંકિતા ઓઝાની બદલી થવી જોઈએ. આ ટીડીઓની બદલી કરી અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવે તેવી માગ કરવામાંં આવી છે. જો આ માગ નહી સ્વીકારવામાં આવે તો ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.