ગુજરાત

gujarat

ETV Bharat / videos

વલસાડ જિલ્લાના કામદારોને લઇ જતી વાનના સંચાલકોની હડતાલ - Increase the price of petrol

By

Published : Jul 13, 2020, 1:09 PM IST

વલસાડઃ ધરમપુર અને કપરાડાથી કામદારોને વાનમાં બેસાડી દમણ, વાપી અને સેલવાસ GIDCમાં જતા વાન ચાલકો રોષે ભરાયા હતા. પોલીસની દરરોજની હેરાનગતીને લઈ 150થી વધુ વાન ચાલકોએ કપરાડાના બાલ ચોડી ખાતે વેનના પૈડાં થંભાવી અને વિરોધ વ્યક્ત કર્યો હતો. એક તરફ પેટ્રોલનો ભાવ વધારો, બીજી તરફ પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી અને ત્રીજી તરફ કલેક્ટરનું જાહેરનામું, જેમાં માત્ર 6 લોકોને જ બેસાડીને ફરવાનું ફરમાન હોવાથી વાન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વધેલી મુશ્કેલીને લઈ તમામ વેન ચાલકોએ વાન સેવા બંધ કરી દીધી હતી. જેના કારણે અનેક કામદારો રસ્તે રઝળ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details