મોડાસા માર્કેટયાર્ડમાં TDSના વિરોધમાં હડતાળ - અરવલ્લી
અરવલ્લી: કેન્દ્ર સરકાર દ્વારા એક કરોડ રૂપિયા રોકડ ઉપાડ પર બે ટકા TDSની જોગવાઈ કરી છે. જેનાં વિરોધમાં આજે મોડાસામાં માર્કેટયાર્ડમાં બે દિવસની હડતાલ જાહેર કરવામાં આવી હતી. માર્કેટયાર્ડમાં હડતાલમાં કેટલાક વેપારીઓ જોડાતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. માર્કેટયાર્ડનામ વેપારીઓનાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની આ જોગવાઈ ખેડૂતો અને વેપારીઓ માટે નુકસાનકારક છે. નાના ખેડૂતોને માલ વેચી ત્વરિત પૈસાની જરૂર પડે છે તેથી તેમની સાથે રોકડ નાણાકીય વ્યવહાર કરવો પડે છે .આ અંગે માર્કેટયાર્ડનાં વાઇસ ચેરમેન રાકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકારે TDS માટે નાણાંકીય વ્યવહારની મર્યાદા એક કરોડનાં બદલે ચાર કરોડ કરવી જોઈએ.