રાજકોટમાં એક ડાયરાના કાર્યક્રમમાં જયેશ રાદડિયા પર પૈસાનો વરસાદ - ડાયરામાં પુત્ર જયેશ રાદડિયા પર પૈસાનો વરસાદ
રાજકોટ: જેતપુરનાં ચારણસમઢીયાળા ગામે સ્વ. વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમા અનાવરણ વિધી તેમજ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિઠ્ઠલભાઈનાં પુત્ર કેબિનેટ પ્રધાન જયેશભાઇ રાદડિયા પર પૈસાનો વરસાદ થયો હતો તેમજ તેમણે ઢોલ પર બેસી ડાયરાની મોજ માણી હતી. આ ડાયરામાં કીર્તિદાન ગઢવી , માયાભાઈ આહીર, ફરીદાબેન મીરે શ્રોતાઓનું મનોરંજન કર્યું હતું. આ કાર્યક્રમમાં અનેક નેતાઓ સહીત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ હાજરી આપી હતી.