કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ - ટેકાના ભાવે મગફળીની ખરીદી
જૂનાગઢ: કમોસમી વરસાદથી આ વર્ષે મગફળીનો પાક 80 થી 90 ટકા નિષ્ફળ ગયો છે. સરકાર દ્વારા લાભપાંચમથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન મહા વાવાઝોડાના પગલે ખરીદી મોકુફ રાખવામાં આવી હતી. જ્યારે સોમવારથી કેશોદ માર્કેટિંગ યાર્ડમાં ફરી ખરીદી શરૂ કરવામાં આવી હતી.