દીવાળીના પાવન પર્વે સોમનાથ મહાદેવ મંદિર હજારો દિવડાઓની દિવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું
ગીર સોમનાથ: ઉજાસનું પર્વ દિવાળી ભારે ધામધૂમ પૂર્વક મનાવવામાં આવી રહ્યું છે. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં પણ દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. ગુરુવારે સાંજના સમયે મહાદેવ મંદિર પરિસરમાં હજારો દીવડાઓની રોશની કરવામાં આવી હતી. દીવડાની રોશનીથી મહાદેવ મંદિર પરિસર દિવ્ય જોવા મળતું હતું. જેના દર્શન કરીને મહાદેવના ભક્તો ભાવવિભોર બન્યા હતા. દીવડાની સાથે લાઇટિંગ અને અર્ધ નર- નારેશ્વરની રંગોળી કરીને પણ દિવાળીના તહેવારની ભારે આસ્થા સાથે ઉજવણી સોમનાથ મંદિર પરિસરમાં કરવામાં આવી હતી. જેના દર્શન કરીને ભોળાનાથના ભક્તો દિવાળીની ધાર્મિક ઉજવણી કરતા જોવા મળ્યા.