ગોધરા ખાતે વિશ્વ હિંદુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા ગોષ્ઠીનું આયોજન કરાયું - Social Symposium
પંચમહાલ : ગોધરા શહેરમાં રાજાઈ સ્ક્વેર ખાતે રવિવારના રોજ વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવક્તા દેવજીભાઈ રાવતની ઉપસ્થિતીમાં સામાજિક સમરસતા ઉપક્રમે ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન સરકારની કોરોના ગાઈડલાઈન્સનું પાલન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હિન્દુ સમાજમાં ઉદભવેલી વિષમતા દૂર કરીને બંધુત્વનો ભાવ જાગૃતિ કરી સમરસ સમાજનું નિર્માણ કરવાનો હતો. જેમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.