સ્મૃતિ ઇરાની કમલ શક્તિ કાર્યક્રમમાં મહિલાઓ સાથે ગરબાનાં તાલે ઝૂમ્યા - Smriti Irani Ahmedabad
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસ બાદ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની (Smriti Irani Ahmedabad Visit) અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે કેજરીવાલનું નામ લીધા વગર ટોણો માર્યો હતો. જોકે, નવરાત્રીના દિવસોમાં સ્મૃતિ ઈરાનીએ ભાજપની મહિલા વીંગ સાથે દિલ ખોલીને ગરબા કર્યા હતા. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, હું ગુજરાતની પુત્રવધૂ છું પણ અમેઠીની સાંસદ છું. સ્ટેજ પર સ્મૃતિ ઈરાનીએ જ્યારે સંબોધન કર્યું ત્યારે એમનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. પણ સંબોધન પૂર્ણ થયા બાદ તેઓ દિલ ખોલીને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં સ્ટેજ પરથી સેલ્ફી પડાવી હતી અને મહિલા વીંગની કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવ્યા હતા. એ પછી તેમણે સ્ટેજ પર ગરબા રમવાના શરૂ કરી દીધા હતા. અમદાવાદમાં હેલો કમલ શક્તિ (Hello Kamal Shakti Ahmedabad) કાર્યક્રમમાં હાજરી આપી હતી. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની કમલ શક્તિ કાર્યક્રમમાં આવેલી મહિલાઓ સાથે ગરબાનાં તાલે ઝૂમ્યા હતા.