આજનો શ્રવણ કુમાર, વૃદ્ધ માતા-પિતાને આ રીતે કરાવી રહ્યો છે કાવડ યાત્રા
આજકાલ બાળકો તેમના વૃદ્ધ માતા-પિતાને તરછોડતા હોય છે, તેમને ઘરની બહાર કાઢી મુકવામાં આવે છે અથવા તેમને સાથે રહેવા દેવામાં આવતા નથી, જ્યારે આજે વીડિયોમાં તેનાથી વિપરીત દ્રશ્ય જોવા મળ્યું હતું. તમને જણાવી દઈએ કે, શ્રાવણ મહિનામાં દરેક શિવ મંદિર મહાદેવની નાદથી ગુંજી ઉઠે છે. આ દરમિયાન, તમે રસ્તાઓ પર કાવડિયાઓની કાવડ યાત્રા પણ જોતા હશે. લાખો શિવભક્તોમાં એક શ્રવણ કુમાર પણ છે જે પોતાના વૃદ્ધ માતા-પિતાને પાલખીમાં બેસાડી કાવડ યાત્રા (Kavad Yatra 2022 video viral)પર લઈ જઈ રહ્યો છે. આ વીડિયો IPS અશોક કુમારે ટ્વિટર પર પોસ્ટ કર્યો છે. જે હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.