CMના રોડ શૉમાં બેદરકારી દાખવવા બદલ સેનેટરી ઈન્સ્પેક્ટરને નોટીસ - Morbi Collector
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર (Morbi Nagar palika Chief Officer) સંદીપસિંહ ઝાલા દ્વારા નગરપાલિકાના સેનિટેશન ઇન્સ્પેકટર અને ઇન્ચાર્જ મેલેરિયા ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ જાડેજાના કારણદર્શક નોટીસ (Shaw Cause notice) આપી છે. જેમાં જણાવ્યું છે કે સેનેટરી ઇન્સ્પેકટર તરીકે સોપવામાં આવેલી ફરજ પ્રત્યે બેદરકારી દાખવી તા. 20 ના રોજ મુખ્યપ્રધાન અને ભાજપ અધ્યક્ષના રોડ શોના રૂટ ખાતે સાફ સફાઈ, ડસ્ટીંગ, ઢોર નિયંત્રણ સહિતની ફરજો બજાવવાની હતી. જે કામગીરી બજાવવામાં બેદરકારી દાખવવામાં આવી છે. સમગ્ર રૂટ અન્વયે કરવાની થતી કામગીરી સંદર્ભે તા. 18 સપ્ટેમ્બરના રોજ સફાઈ કામગીરી અને રાત્રી સફાઈ કામગીરી કરવા સુચના આપી હોવા છતાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી ના હતી. ખુલાસો નાં આપે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નોટીસમાં ઉલ્લેખ કરાયો છે.