ટ્રેક ક્રોસ કરતી વખતે ટ્રેનની અડફેટે આવી વિદ્યાર્થિની, જૂઓ વીડિયો - ટ્રેનની અડફેટે આવી વિદ્યાર્થિની
કેરળ: કન્નુરમાં એક દુ:ખદ અકસ્માત સામે આવ્યો છે, જેમાં એક વિદ્યાર્થિની રેલ્વે ટ્રેક ક્રોસ કરવાની ઉતાવળમાં ટ્રેનની (student was hit by train in Kerala) નીચે આવી ગઈ હતી. કન્નુરમાં કક્કર રેલવે ફાટક પાસે આ અકસ્માત થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નંદિતા (16) બંધ રેલ્વે ફાટકની એક બાજુએ તેની માતાની કારમાંથી નીચે ઉતરી હતી અને સ્કુલ જવા માટે બસ પકડવાની ઉતાવળમાં પાટા ઓળંગી રહી હતી. આ દરમિયાન તેણી ટ્રેનની અડફેટે આવી ગઈ હતી. અકસ્માત થયો ત્યારે માતા ટ્રેકની બીજી બાજુ કારમાં હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, નંદિતા સમયસર ટ્રેક ઓળંગવામાં સફળ રહી, પરંતુ તેની સ્કૂલ બેગ પરશુરામ એક્સપ્રેસમાં ફસાઈ ગઈ હતી. અકસ્માત સમયે તેની માતા ગેટની બીજી બાજુ કારમાં હતી. સ્થાનિક લોકોએ તેને પહેલા નજીકની હોસ્પિટલમાં અને બાદમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેનો જીવ બચી શક્યો નહીં. નંદિતા એલાવિલના ન્યુચિવાયલમાં રહેતા કિશોર અને લિસીની એકમાત્ર પુત્રી હતી.