ગુજરાત

gujarat

ETV Bharat / videos

અંબાજીમાં દશેરા નિમિત્તે હથિયારો સાથે ખીજડાના વૃક્ષનું કરાયું પૂજન - dussehra festival

By

Published : Oct 6, 2022, 9:48 AM IST

બનાસકાંઠાના અંબાજીમાં પણ દશેરાના દિવસે હથિયારનું પૂજન કરવામાં આવ્યું હતું. આ દિવસે સમીના વૃક્ષનું પણ તેટલું જ મહત્વ હોવાથી અંબાજીમાં હથિયાર સાથે સમી એટલે કે ખીજડાના વૃક્ષનું પણ પુજન કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, પાંડવો એ પોતાના વનવાસ દરમિયાન પોતાના હથિયારો સમીના વૃક્ષ ઉપર સંતાડ્યા હતા. તેમણે પણ દશેરાના દિવસે સમીના વૃક્ષને હથિયારોનું પુજન કર્યુ હતું, જેથી સમીના વૃક્ષનું આજે પણ પૂજન કરવામાં આવે છે. દશેરાના દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર આર કે પટેલ તથા ભટ્ટજી મહારાજ દેવાંગ ઠાકર દ્વારા વાજતે ગાજતે આ પૂજન કરવામાં આવ્યું હતું. તેમ જ હથિયારોનું પણ પુજન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં સમીના વૃક્ષને લક્ષ્મી માતાનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. shastra puja with nettle tree by ambaji temple trust on dussehra festival

ABOUT THE AUTHOR

...view details