કંઈક તો શરમ કરો.... ભણતર બાજુ મૂકી શિક્ષકો બાળકોને કરાવતા હતા આ કાર્ય - વીડિયો થયો વાયરલ
મધ્ય પ્રદેશ: ઘણી સરકારી શાળાના શિક્ષકો બાળકોને સારું શિક્ષણ ન આપી શકતા હોય, પરંતુ તેઓ તેમને અંગત કામ તો ચોક્કસ કરાવે છે. આવો જ એક કિસ્સો કુરાઈ ડેવલપમેન્ટ બ્લોકની શકાદેહી સરકારી શાળામાં સામે આવ્યો છે. અહીં શિક્ષકો બાળકોને ભણાવવાને બદલે તેમની બાઇક ધોવડાવતા (Seoni student washing bike) જોવા મળ્યા હતા, શાળાના સમયમાં શિક્ષક દ્વારા બાળકો પાસેથી બાઇક ધોવડાવતા હોવાનો વીડિયો વાયરલ (Seoni School Bike Wash Video) થતાં હોબાળો મચી ગયો હતો. હવે પ્રશ્ન એ રહે છે કે મધ્યપ્રદેશની શાળાઓમાં શું થઈ રહ્યું છે?