કૃષિ યુનિવર્સિટીમાં યોજાયો સેમિનાર, ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય તે અંગે થઈ ચર્ચા - nutrition value
નવસારીમાં કૃષિ યુનિવર્સિટી ખાતે (Navsari Agricultural University) કૃષિ ક્ષેત્રે ગુણવત્તા અને પોષકતત્વોયુક્ત ઉત્પાદન કઈ રીતે મેળવી શકાય તે વિષય અંગે સેમિનાર યોજાયો હતો, જેમાં કૃષિ વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ખોરાકમાં ન્યુટ્રિશનલ વેલ્યૂ (nutrition value) વધારવા ખેડૂતો કઈ પદ્ધતિ અપનાવે તે માટે દિલ્હી, મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાંથી આવેલા વૈજ્ઞાનિકોએ (Agricultural scientists) સેમિનારમાં ભાગ લીધો હતો. નેશનલ સિપોઝિયમ નામનો કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટીના (Navsari Agricultural University) સ્વામી વિવેકાનંદ હૉલમાં યોજાયો હતો. અહીં વિદ્યાર્થીઓ સહિત ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા.