અમદાવાદમાં કરફ્યૂનો બીજો દિવસ, જુઓ શહેરનો માહોલ - અમદાવાદમાં કરફ્યૂનો બીજો દિવસ
અમદાવાદ: શહેરમાં કરફ્યૂનો આજે બીજો દિવસ છે, ત્યારે લોકો સતત પોતાનું કર્તવ્ય સમજી કામ વગર ઘરની બહાર નથી નીકળી રહ્યા અને કરફ્યૂનું ચોક્કસ પાલન પણ કરી રહ્યા છે. એલિસ બ્રિજ વિસ્તાર હોય કે વસ્ત્રાપુર વિસ્તારમાં લોકોની દૈનિક અવર જવર વધારે રહેતી હોય છે, ત્યારે આજે કરફ્યૂના બીજા દિવસે આ તમામ એરિયા પર લોકોની ચહલપહલ શૂન્ય બની છે.