ગુજરાત

gujarat

ETV Bharat / videos

અચાનક પણી વધી જતા સ્કૂલબસ પૂરમાં ફસાઈ ગઈ, 25 વિદ્યાર્થીઓ હતા સવાર

By

Published : Jul 8, 2022, 4:03 PM IST

તેલંગાણાના મહબૂબનગર (Telangana mehboobnagar incident) જિલ્લામાં મચનપલ્લી અને કોડુર વચ્ચે 25 બાળકોને લઈ જતી ખાનગી શાળાની બસ (School bus stuck in flood) પૂરમાં તણાઈ ગઈ હતી. રેલવે અંડરબ્રિજ સુધી પહોંચતા પૂરના પાણીમાં ખાનગી સ્કૂલની બસ ફસાઈ ગઈ હતી. રામચંદ્રપુરમ અને સૂગુરુગડ્ડા ટાંડાથી વિદ્યાર્થીઓને શાળાએ લઈ જતી બસ રસ્તામાં પૂરના પાણીમાં પડતાં રોકાઈ ગઈ હતી. બસમાં પાણી ઘૂસી જતાં ડ્રાઇવરને સતર્ક કરવામાં આવ્યો અને સ્થાનિકોને મદદ માટે કહ્યું. સ્થાનિકોએ તાત્કાલિક વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢ્યા. બાદમાં પાણીમાં ફસાયેલી બસને ટ્રેક્ટરની મદદથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માત સમયે બસમાં 25 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. બધાએ રાહતનો શ્વાસ લીધો કારણ કે કોઈને કોઈ જોખમ થયુ ન હતું.

ABOUT THE AUTHOR

...view details