ગુજરાત

gujarat

ETV Bharat / videos

જોતજોતામાં પુલ પરથી પલટી સ્કૂલ બસ, મોટી દુર્ઘટના - વરસાદી નાળામાં પલટી ગઈ સ્કૂલ બસ

By

Published : Jul 19, 2022, 2:44 PM IST

ઉત્તરાખંડ: ચંપાવતના ટનકપુર સ્થિત કિરોડા બરસાતી નાળામાં એક અકસ્માત થયો હતો. ટનકપુર પૂર્ણગીરી રોડ પર જતી સ્કૂલ બસ કિરોડા બરસાતી નાળામાં પલટી (School bus fell in Kiroda rainy drain) ગઈ હતી. સદનસીબે બસમાં કોઈ બાળકો ન હતા. નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. અકસ્માત દરમિયાન બસમાં ડ્રાઈવર સહિત માત્ર 2 લોકો સવાર હતા અને બંને સુરક્ષિત હોવાનું કહેવાય છે. આ દિવસોમાં પહાડોમાં વરસાદને કારણે નદીના નાળા ઉભરાઈ રહ્યા છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. ટનકપુરના કિરોડા બરસાતી નાળામાં મંગળવારે સવારે સ્કૂલ બસ પલટી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં માત્ર ડ્રાઈવર અને હેલ્પર જ હાજર હતા. બસ બાળકોને લેવા માટે ટનકપુર પૂર્ણાગિરી રોડ પર જઈ રહી હતી. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કોઈ રીતે બસમાં ફસાયેલા ડ્રાઈવર અને હેલ્પરને સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details