સિગ્નલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના વ્યવક્તિત્વ વિકાસ માટે 'સપનો કા મંચ કાર્યક્રમ' કરાયો શરૂ - Signal School
ગરીબ અને વંચિત જુથના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ મેળવે તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિગ્નલ સ્કુલ શરૂ કરવામા આવી છે. જેમાં 139 વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ત્યારે તમામ સિગ્નલ સ્કૂલમાં આ કાર્યક્રમ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓનો વ્યક્તિત્વ વિકાસ થાય તે માટે સપનો કાં મંચ કાર્યક્મ શરૂ કરવામા આવ્યો છે. બાળકોને ટીમ બિલ્ડીંગ, ભાષા શુધ્ધિતરણ અને અભિવ્યક્તિ અને વિચાર નિર્માણનો ખ્યાલ હોતો નથી જેને કારણે વિદ્યાર્થીઓ પોતાની કલ્પનાશક્તિ ખિલવે, પોતાના વિચારોને વિઝયુલાઇઝ કરે અને તેને સિધ્ધ કરવાના પ્રયાસ કરે તે હેતુથી ઇનિશિયેટીવ લેવામા આવ્યુ છે. અનંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ બાળકોને સર્વાગિ વિકાસના કાર્યો શિખવી રહ્યા છે.