ચોટીલાથી મળેલા મૃત બગલાઓના સેમ્પલ પુણે મોકલાયા - Surendranagar Deputy Forest Conservation Officer
સુરેન્દ્રનગરઃ જિલ્લા નાયબ વન સંરક્ષક અધિકારીએ દ્વારા જણાવ્યા પ્રમાણે ચોટીલાના ગાંધીબાગ વિસ્તારમાં બગલાઓના મૃતદેહ મળી આવ્યા હતા વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોચી બગલાઓના મૃતદેહનો કબજો મેળવી પશુપાલન વિભાગના ડૉક્ટર પાસે આ મૃત બગલાઓનું પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. આમ, સમગ્ર ઘટનામાં કુલ 5 બગલાના મૃત્યું થયેલા છે. હાલમાં બર્ડ ફ્લૂની પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી સેમ્પલ પુણે ખાતે મોકલવામાં આવ્યા છે. પુણેથી આ અંગેનો વિગતવાર રીપોર્ટ આવતા જાણકારી મળી હતી. કે, પોસ્ટ મોર્ટમ રીપોર્ટ પરથી બગલાના મૃત્યુનું કારણ ફૂડ પોઈઝનિંગ હતુ. તેથી ગામ લોકોને ખોટો ભય ન રાખવા વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો હતો.