અંધ પ્રેમીએ અંગત પળો માણતા બોલાચાલીમાં પ્રેમીકાની હત્યા કરી નાંખી - અંધ પ્રેમીએ અંગત પળો માણતા બોલાચાલીમાં પ્રેમીકાની હત્યા કરી નાંખી
સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાનાં ચાંડપ ગામમાં રહેતી 17 વર્ષીય યુવતીને ગામમાંજ રહેતો વિપુલસિંહ નામનો 25 વર્ષીય યુવાન બપોરનાં સમયે ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં પ્રેમીકા સાથે અંગત પળો માણતા સમયે બોલાચાલી થઈ હતી. જ્યાં યુવકે સગીરા ઉપર વહેમ ખાઈ તેની સાથે ઝઘડે થતા પ્રેમિકાનું ગળું દબાવી દીધું હતું. યુવકે સગીરાનું ગળું દબાવી દેતા (sabarkantha lover kill her girlfriend) તે બહેભાન થઈ હતી. જેને લઇ પ્રેમી ગભરાઈ ગયો હતો, ત્યારે આંધળા પ્રેમમાં પાગલ યુવાને ગભરાઇ જઇ સગીરાને તેનાજ દુપટ્ટાથી ગળું દબાવી મોતને ધાટ ઉતારી દીધી હતી. સમગ્ર મામલે ઈડર પોલીસ જીલ્લા એલ.સી.બી, એસ.ઓ.જી, ડોગ સ્કોડ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ ગણતરીના કલાકોમાં વિપુલસિંહ નામનાં યુવાનની ધરપકડ કરી હતી.