અંબાજી ખાતે ગબ્બરગઢની તળેટીમાં 51 શકિ્તપીઠ પરિક્રમાના માર્ગ પર રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજાયો - Azadi Ka Amrut Mahotsav
આજે 31 ઓકટોબરે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રસંગે શક્તિપીઠ અંબાજી ખાતે ગબ્બરગઢની તળેટીમાં 51 શકિતપીઠ પરિક્રમાના માર્ગ પર રન ફોર યુનિટી (Run for Unity) નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ રન ફોર યુનિટીને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહિવટદાર એસ.જે.ચાવડાએ માતાજીની ધજા વડે એકતા દોડનો પ્રારંભ કરાવ્યો હતો. આ રન ફોર યુનિટી (Run for Unity) માં ભાગ લેનાર યુવક- યુવતીઓમાં એકથી ત્રણ નંબર આપવામાં આવ્યા હતા અને તેમને અનુક્રમે 21000, 11000, 5100 રૂપિયાનો પ્રાત્સાહિત ઈનામ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું હતું. આગામી સમયમાં જૂનાગઢની લીલી પરીક્રમાની જેમ ગબ્બરગઢ ખાતે પણ પરીક્રમાનું આયોજન કરવા જણાવ્યું હતું.