પ્રેમી પારેવડાએ ડિલિવરી બોયને માર મારી કર્યો લોહીલુહાણ, જાણો શું બની હતી ઘટના - ડિલિવરી બોયને માર મારવામાં આવ્યો હતો
રીવા, મધ્યપ્રદેશ : સિવિલ લાઇન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ કોર્ટ પરિસરમાં પ્રેમી યુગલે ડિલિવરી બોયને માર મારતાં હોબાળો મચી ગયો હતો. માર મારવામાં યુવકને ગંભીર ઈજા થઈ હતી. ઘટનાની જાણ થતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને બન્ને પક્ષોને પોલીસ મથકે લાવ્યા હતા. ડિલિવરી બોય સાયકલ દ્વારા ઓર્ડરની ડિલિવરી કરવા જતો હતો, ત્યારે પ્રેમી યુગલની સ્કૂટી પરથી ડિલિવરી બોય ત્યાંથી પસાર થતા હતા. આ દરમિયાન, ડિલિવરી બોયની સાયકલ અથડાઈ હતી. પ્રેમી યુગલે પહેલા ડિલિવરી બોયને ઠપકો આપ્યો અને તેને થપ્પડ મારી હતી. આ સાથે તેને બેલ્ટ વડે જોરથી માર મારવામાં આવ્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ થઈ છે. ઇજાગ્રસ્ત ડિલિવરી બોયની ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.